Gujarati Quote in Blog by Minal Gosalia Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આ ગઝલ સમર્પિત છે મિત્રોની દિલદારી*
*અને વફાદારી ને ..... !!*

*ફળે છે ઇબાદત ને ખુદા મળે છે*
*મિત્રોને નિહાળીને ઊર્જા મળે છે*

*નથી જાતો મંદિર , મસ્જિદ , ચર્ચમાં*
*મિત્રોનાં ઘરોમાં જ દેવતા મળે છે*

*ખસું છું હું જયારે સતત ખુદમાંથી*
*મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે*

*સમય છે ઊકળતો ને જીવન સળગતું*
*મિત્રોની હથેળીમાં શાતા મળે છે*

*ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી*
*મને ઊંઘમાં મિત્રનાં સપના મળે છે*

*ડૂબું છું આ સંસાર સાગરમાં જયારે*
*મિત્રતાનાં મજબૂત તરાપા મળે છે*

*દવાઓ ને સારવાર નીવડે નકામી*
*મિત્રોની અસરદાર દુઆ મળે છે*

*જીવન કે મરણની ગમે તે ઘડી હો*
*સદ્દનસીબે મિત્રોનાં ખભા મળે છે*

✒️
*Happy Friendship Day💕🤝🏻*

Gujarati Blog by Minal Gosalia Shah : 111737899
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now