Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારી ચરણરજથી પાવન કરી દે હે ભગવંત.
નામ તારું મારા રોમેરોમે ભરી દે હે ભગવંત.

તારા નામના આશરે વિશ્વાસે બેઠો છું હે હરિ,
જીવન જીવવાની કોઈ રીત ખરી દે હે ભગવંત.

વીંટળાઈને રહું છું જગમહીં માયા આવરણે,
એમાંથી છૂટવા કાજે તું કૈંક કરી દે હે ભગવંત.

નૈન મારા નિશદિન તરસી રહ્યાં દરશન પામવા,
તુજ આગમનની મુજને ખાતરી દે હે ભગવંત.

ઝંખના મારી પ્રતિદિન બળવત્તર બની રહેતીને,
તારી રૂપમાધુરી નૈન સંમુખ ધરી દે હે ભગવંત.

બાળી દે મારાં પાતકોને હોય ભલેને એ હજારો,
તારી કૃપાદ્રષ્ટિ મુજ પર ફરીફરી દે હે ભગવંત.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111737441
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now