જય હિન્દ
નથી કરતા કોઇ કામના કે મળે એમને શોહરત
છતાંય રાત દિવસ કરે બસ વતનની હિફાજત;
હોય છે એમની પાસેય એક નાજુક નમણું દિલ,
જે કરે છે ફક્ત એક માતૃભૂમિથી જ મહોબ્બત;
ટાઢ હોય, તડકો હોય કે હોય વર્ષા, હિમવર્ષા,
પહાડ જેમ ઊભા રહે ના કરે કોઇ શિકાયત;
નસે નસમાં એમની વહે છે ફક્ત દેશ ભક્તિ,
ને હૃદય પણ કરે છે બસ તિરંગાની ઇબાદત;
શહીદોની ભૂમિ છે આ એવા વીરોની ભૂમિ છે,
જેણે હસતાં મૂખે આપી વતન કાજે શહાદત;
દુશ્મનો પણ ડરે જેમની આંખ માત્રથી "વ્યોમ",
એ ભારતીય આર્મીને સલામ કરે સમસ્ત ભારત;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)