કારણ ના પૂછો અમને, કે કયું એ કારણ હતું?
મારણ ના પૂછો અમને, કે શેનું એ મારણ હતું?
રાખીને ફરતા રહ્યા ખોટી દુનિયાની શેહશરમ,
ભારણ ના પૂછો અમને, કેટલું એ ભારણ હતું!
બોજો હતો ફક્ત શ્વાસનો શું આ શરીર પર?
તારણ ના પૂછો અમને, કેવુંક એ તારણ હતું!
જીવિત છીએ અમે હજુ એ એમની ચાહમાં,
જારણ ના પૂછો અમને, કોનું એ જારણ હતું?
શ્વાસોની દોરથી જોડાયા હતા એકમેકથી દિલ,
ઝારણ ના પૂછો અમને, કેમનું કર્યું ઝારણ હતું?
હાથ પણ છોડ્યો તો અમે એમની ખુશી માટે,
હારણ ના પૂછો અમને, શું મારૂં એ હારણ હતું?
હવે દિલાસો આપીને દિલને સમજાવું છું "વ્યોમ",
ઠારણ ના પૂછો અમને, કર્યું કેમ એ ઠારણ હતું?
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)
(જારણ - વશીકરણ, ઝારણ-સાંધવું,
હારણ - કાયરતા, ઠારણ - ઠારવું. શાંત પાડવું)