કડક વલણ બતાવી ને પણ જે જ્ઞાન તરફ દોરે છે,
તેને કેહવાય છે ગુરુ!
ખોટા રસ્તે હોવ તો આપે જે સાચા રસ્તા ની દિશા,
તેને કેહવાય છે ગુરુ!
જેનો એક ગુસ્સો આપડા જીવન નો માર્ગ બદલી દે,
તેને કેહવાય છે ગુરુ!
સારા હોવ કે ખરાબ હોવ,
હંમેશા તમારા જીવન ને ઉજ્જવળ બનાવે છે ,
તેને કેહવાય છે ગુરુ!
વગર દીક્ષા એ પણ જે આપે તમને સાચું માર્ગ દર્શન,
તેને કેહવાય છે ગુરુ!
હિન્દુ હોય કે મુસ્લિમ, કે ભલે શીખ ઈશાઈ,
જેને નથી કોઈ પક્ષપાત ની ફિકર,
તેને કેહવાય ગુરુ!
અટવાઈ જાવ ક્યાંય તો લડી ને પણ આપે ન્યાય,
તેને કેહવાય ગુરુ!
તમારી જીવન ની કારકિર્દી જેના થી થાય છે શરૂ,
એ શાળા ના શિક્ષક રૂપ માં કેહવાય છે ગુરુ!
પૂર્ણિમા ના ચંદ્ર સમાન જે ચમકાવે તમારું ભવિષ્ય,
તે ગુરુપૂર્ણિમા ના ચાંદ સમાન કેહવાય છે ગુરુ!!