ગહેરાઇ છે કેટલી આ નયનમાં !
સચ્ચાઈ છે કેટલી આ પ્રણયમાં !
ચાખવો છે સૌને પ્રેમ લાડું, બાકી
રસ ક્યાં છે કોઈને આ વિષયમાં?
એકવાર તું દિલ લગાવી તો જો,
છલકાય પ્રેમ કેટલો આ હૃદયમાં?
કરે છે જે પ્રેમ જીવનમાં એકવાર,
પછી એ ક્યાં રહે છે કોઈ ભયમાં?
પાયલ રણકે ડગલેને પગલે, પણ
કેટલી મીઠી ખનક છે આ વલયમાં?
ભરાઇ જાય જૂના નવા હરેક ઘાવ,
તાકાત છે જ એટલી આ સમયમાં;
પ્રેમજ છે સંજીવની જીવનની, બાકી
ક્યાં છે કોઈ જડીબુટ્ટી આ મલયમાં?
"વ્યોમ" પણ ઝુકે છે એક ક્ષિતિજે,
બાકી, ઓકાદ નથી કોઇ પ્રલયમાં;
.. ✍️ વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)