મળતાં નિષ્ફળતા એણે નસીબની વાત કરી.
પ્રયત્નોને મૂકી કોરાણે નિજજાતથી ઘાત કરી.
સત્યને સમજવામાં ઊણો ઉતર્યો એ ઘણો,
પુરુષાર્થનું પ્રભાત ભૂલી જાતે ઘનરાત કરી.
કર્યા કાન આંખ આડા પોતાની ભૂલો પ્રત્યેને,
ધ્યેયને પામવા કીસ્મતથી રખે મુલાકાત કરી.
છે અંધારું ઘોર સવામણ તેલે એ જીવનમાં,
નિરાશાની સોબત કરી જીવતરે કેવી ભાત કરી!
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.