મજાની ઉજાણી ,ખરેખર જવાની,
પછી ધૂળ ધાણી,સમજ તું થવાની.
પિલાતા રહો બસ વિચારો વિચારી,
ને મનની ઘાણી, ખરે પીલવાની.
સમયની છે ભાષા,એ સંકેત માંહી,
મુલાકાત છેલ્લી , પ્રમાણો હવાની.
ને તાતા, કે થૈ થૈ, કરી તો, જવાનું,
મળે તાલ મઝ્ઝા,પછી ખીલવાની.
સદા શૂન્ય, હોવું, જરા મૌન હોવું,
તું આનંદ વાણી , જરા બોલવાની.
-મોહનભાઈ આનંદ