"છે ઉપાય"
બોલતાં શિખ્યો પણ વધારે ખોટું બોલાણું,
હવે રાખું વાણીથી મન પર મૌન,
સાંભળતાં શિખ્યો પણ વધારે ખોટું સાભળ્યું,
હવે રાખું કાનથી મન પર સાચું જ્ઞાન,
જોતાં શિખ્યો પણ વધારે ખોટું જોવાણું,
હવે રાખું આંખોથી મન પર તપ,
કર્મ કરતાં શિખ્યો પણ વધારે ખોટાં કર્યા,
હવે રાખું આચારથી મન પર સતકર્મ..
મનોજ નાવડીયા