જા, હવે તને યાદ નહીં કરૂં;
હવે, કોઇ ફરીયાદ નહીં કરૂં;
જોઈશ જો તું પાછું વળીને,
તોય તને હું સાદ નહીં કરૂં;
ભલેને તું ના મળે જીવનમાં,
હવે, હું કોઈ મુરાદ નહીં કરૂં;
જાગશે આંખો આખી રાત,
તોય ચાંદથી વિવાદ નહીં કરૂં;
તેં કરી બેવફાઈ તો શું થયું?
પણ, હું તારો વાદ નહીં કરૂં;
અશક્ય છે તારા વિના રહેવું,
તોય ખૂદને બરબાદ નહીં કરૂં;
ભલે કરે લાખ પ્રયાસ "વ્યોમ"
છતાંય, કોઈ સંવાદ નહીં કરૂં;.
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)