નયનોને ખૂલ્લા રાખીને હું જાગી શકું નહીં;
એના મિઠા સ્મરણને પણ ત્યાગી શકું નહીં;
વધતી જતી એની યાદોને હું ભાગી શકું નહીં;
દિલમાં છે ધબકાર એના એને ભાંગી શકું નહીં;
રોજ નિકળે છે એ સજીધજી નજર સામેથી,
મજબૂર છું એવો કે એને હું તાકી શકું નહીં;
આવે છે અવારનવાર એ મારી ગલ્લી મહોલ્લે,
એના દિદારની લાલચે કમાડ વાખી શકું નહીં;
ક્યારેક જગ્યા આપી હતી એણે એના દિલમાં,
હવે છું કે નૈ જોવાય દિલમાં ઝાંકી શકું નહીં;
આશા જીવંત છે હજુ એકબીજાને મળવાની,
એ ભાવનાએ "વ્યોમ" મોત માંગી શકું નહીં;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)