ઓ તાપી,
કિનારે તારે, હતું મારુ અતિ સુંદર Cooper Mansion;
જ્યાં ખુલ્લી ચોખી હવા, મસ્તીથી લહેરાતી હતી.
જ્યાં તારી ઉપરથી વહેતો ઠંડો પવન, મન મસ્તીશકને આપતો શાંતિ
અહીં, સદા મારા રેડિયોગ્રામમાં થી, સુંદર સુર રેલાતા હતા
સાથે મોગરાનો પમરાટ, ખુશનુમાથી મનને કરતો હતો ખુશીયોથી તર
હતું એ મારું ઘર, એક પ્રેમ મંદિર, સુહામનું, પ્યારું મનઝર
તારે કિનારે, મારા વરંડામાં બેસી, ગાયાં મેં, હઝારો સુરીલા ગીત;
વિસરી શકું કેમ એ સોહામણો સમય, તારું અને ઘરનું સ્મરણ વસે છે જીગરમાં મારા હરદમ.
Armin Dutia Motashaw