એ જરૂરી ક્યાં છે, હું ખબરદાર છું,
હું તો શબ્દોમાં, જરા અરજદાર છું
મીઠું મધ જેવું'ય,મન પણ જરા ખરું,
ગઝલિયત માં રાચતા એકતાર છું.
જ્યાં ઘસાતું જાય ,જીવન ખરેખરું,
ત્યાગ ભાવે , કર્મ નો હું મદાર છું.
છેતરાયો મીઠડી , વાક ધાર માં,
ચટપટા શબ્દો જરી કરજદાર છું.
દોસ્ત છું હું કાફિયા ને રદીફ નો,
શેરિયત ની વાત, હું ધારદાર છું.
-મોહનભાઈ આનંદ