કોઈ ઈચ્છા પરિપૂર્ણ થતા પહેલા
કેટલી એ તડપતી હશે?
ક્યારેક વાવી શકાય
જો એકાદ ક્ષણ
આ જીજીવિષા ના નગર માં,
તો વાવી આવજો...
એ મૌન રહી ને પણ
ઘણું બધું કહી જાય છે
એ જાણી આવજો...
હાથ માં હોય જેની
તલબ તડપવાની
અને સંતુષ્ટિ સુધી પહોંચવાની..
કેટલુંય ખરી હશે ?
ક્યારેક ક્ષણ ને
પોતાના સ્પર્શ ના સાનિધ્ય માં
રાખી ને પણ એ ઈચ્છા ઓ
પાસે જઈ ને એમને સમજી આવજો...
એક ઈચ્છા પરિપૂર્ણ થતા
કેટલીય તડપતી હશે
એની જ આપવીતી
એની જ જુબાની
સમય મળે તો
ક્યારેક જાણી આવજો...
આ ઈચ્છા ઓ ના નગર ને
એક મુઠ્ઠી સંવેદનાઓ પણ
થોડી વાવી આવજો...
કારણકે ત્યાં તો
ફક્ત જીવન અને મરણ
વચ્ચે ના પ્રસંગો જ વસે છે...
ત્યાં નથી કોઈ મિજગરા ની જાત
કે નથી કોઈ ઊર્મિઓ ની ભાત
એકલો અટૂલો ઉકળાટ
અને તાપ પોતાની જ સફર નો...
ક્યારેક સમય મળે તો
થોડો ખાલીપો ઈચ્છાઓ નો
હૂંફ ની પગદંડી થી ભરી આવજો..
આ જીજીવિષા ના નગર માં
ક્યારેક એક ક્ષણ પણ
વાવી આવજો....!!
માનસી (મિત)...