ફોટામાંથી ફરી બહાર આવ
આજે ફરી ઊંઘ આવતી નથી, ફોટામાંથી બહાર નીકળી હાલરડું સંભળાવને માં;
પ્રેમાળ તારો ખોળો આપી, આંચલમાં લપેટી, ફરી એકવાર સુવડાવને માં
ફોટામાંથી ફરી એક વાર બહાર આવીને, રોજ મને પ્રેમથી થપથપાવીને સુવડાવને માં
વર્ષો વીત્યા પણ તારી યાદ ઘટી હોય એવી ઘડી આવી નથી, કમી પુરી કરવા આવને માં
ફોટામાંથી બહાર આવીને પ્રેમાળ હાથ, મારે માથે, ફરી એક વાર, ફેરવી જાને માં
તારી હાજરીમાં દુનિયા ખુશખુશાલ અને રૂપાળી લાગતી મને; પાછી એ ખુશી આપવા આવને માં
મીઠી તારી યાદો સંજોવીને રાખી છે, એક વાર ફરી એ બધી જીવંત કરી જાને માં
Armin Dutia Motashaw