પ્યાસી નજરનો ,જો પ્રવાસ છે ,
સ્નેહાળ દિલ માં કોઈ ખાસ છે.
પૂજન છે પોતાનું ,જરા સમજ,
જોડી હું ને જીવતી એ આશ છે.
શ્વાસોની ભરતી શબ્દ મય તું જો,
પ્રાણો તણી મહેંકે જો હાશ છે.
અસ્તિત્વ નો પડદો ખૂલી જતા,
ચારો તરફ , ચેતન પ્રકાશ છે.
ચૈતન્ય મય લ્હેજત ને , માણતો,
આનંદમય અમૃતનો વાસ છે.
-મોહનભાઈ આનંદ