કુંપળો ફરી થી ફૂટી છે, પાનખર ગયા પછી;
ડાળોય ખીલી ઊઠી છે, પાનખર ગયા પછી;
ખીલ્યાં છે પુષ્પ આજ આ ઉપવનમાં જોને,
મધુકર ધ્વનિ ગૂંજી છે, પાનખર ગયા પછી;
કોયલ કરે ટહુકો ને મોર નાચે છે થનગનાટ,
મૌસમએ માજા મૂકી છે, પાનખર ગયા પછી;
પતંગિયું જઈને બેઠું અર્ધ ખીલી કળી પર, ને,
દિલે તારી યાદ ઘૂંટી છે, પાનખર ગયા પછી;
શબનમની ભીની પ્રભાતે જ્યારે તને મેં દેખી,
તને જીવનસાથી ચૂંટી છે, પાનખર ગયા પછી;
દિલના કમાડ આજ પણ રાખ્યાં છે મેં ખૂલ્લા,
મનની બારીએ ખૂલ્લી છે, પાનખર ગયા પછી;
તું આવે તો થાય આ જીવન મારૂં પૂર્ણ "વ્યોમ"
બાકી હર દિવાલે ખૂંટી છે, પાનખર ગયા પછી;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)