રણછોડદાસ રબારી.... એટલે કે રણછોડદાસ પગી.
કચ્છ ના એક અદ્ભુત કલાનાં વારસદાર.
પગી...આ કલા નાં જાણકાર માત્ર પગલાં ની છાપ પરથી જ નક્કી કરી લેતા કે કયું પશૂ-પક્ષી કે ક્યો વ્યક્તિ , અહીંથી પસાર થયો છે , તે પાછો ફર્યો છે કે આગળ વધ્યો છે , તેમની પાસે કેટલો સામાન હતો અને તે અત્યારે કેટલેક છે.
પાકિસ્તાન સાથે ના ૧૯૬૫-૧૯૭૧ નાં યુદ્ધ માં રણછોડદાસ રબારી એ ભારતીય સેના ને તેમની આ કલા દ્વારા પાકિસ્તાન સેના ની કચ્છ ની અંદર ધરબાયેલી તમાંમ પોસ્ટ , ત્યાં હાજર રહેલ સૈનિકો ની સંખ્યા તથા હથિયારો ની બધી માહિતી આપી હતી.
૧૦૮ વર્ષ સુધી જીવેલા રણછોડદાસ રબારી ને કર્નલ માણેકશા એ સેના નાં બિરુદ થી નવાજ્યા હતાં અને તેમના દેહાંત બાદ બી.એસ.એફ. એ તેમની યાદમાં કચ્છ માં એક પોસ્ટ પણ બનાવી.