આંસું માં મીઠી , વાતો મળતી લાગે છે,
કોઈ ગળપણમાં વાતો ગળતી લાગે છે.
કોઈ હંસોની સફર છે, તું જો આકાશે,
ઉડતા અંતરમાં જો ને ભળતી લાગે છે.
અડિયલ મન તું સાંભળ સરવા કાન કરીને,
ગુઢ જ્ઞાન તણી જો,વાતો કળતી લાગે છે.
વીતી છે જ્યાં વાસંતી જો લહેરાઈ ને,
કોઈ સાંજ ખરેખર ત્યાં , ઢળતી લાગે છે.
સંકોર્યો છે પ્રાણ પ્રવાહ જરા ભીતર જો,
ને કેફમાં જો તું રુહ ,સળવળતી લાગે છે.
-મોહનભાઈ આનંદ