કોણ સમજાવે આ માણસને,
તે શું શું કર્મ કરી રહ્યો છે..
સરળને કઠીન બનાવી રહ્યો છે,
બસ આ કર્મ કરી રહ્યો છે..
સુખને દુ:ખમાં ફેરવી રહ્યો છે,
બસ આ કર્મ કરી રહ્યો છે..
ચાલતાં માણસને પાડી રહ્યો છે,
બસ આ કર્મ કરી રહ્યો છે..
સાચાને ખોટો દેખાડી રહ્યો છે,
બસ આ કર્મ કરી રહ્યો છે..
કોણ સમજાવે આ માણસને,
તે શું શું કર્મ કરી રહ્યો છે..
મનોજ નાવડીયા