હું ને જોડી ઊર્મિઓ જાણું અજાણે,
હોય દિલમાં ગૂઢતા માણું અજાણે.
ખેલવા તૈયાર છે , મન સોગઠી જો,
હારવા માં જીતને , નાણું અજાણે.
જીંદગી નાટક છે , તું જો પડાવો,
કાળ કિસ્મત બાંધતું ભાણું અજાણે.
ચેતના ભીતર છે, ગૂઢતા જો ખરેખર,
મરજીવા તૈયાર છે, વ્હાણું અજાણે.
જ્યોત નિર્મળ પ્રજ્વળે છે જો નિરંતર,
નિત્ય છે આનંદ માં ,ગાણું અજાણે.
-મોહનભાઈ આનંદ