ત્રાંસી નજરે જ્યારે એણે જોયું હતું;
દલડું મારૂં તો મેં ત્યારે જ ખોયું હતું;
હાથથી એણે જરા લટ શું સહેલાવી,
આ મનડું મારૂં એમની પર મોહ્યું હતું;
એમના ગોરા ગાલના ખંજન જોઈને,
ખુશીથી આ તન મન મારૂં ડોલ્યું હતું;
જતાં જતાં પલટીને જરા શું હસી એ,
આંખોમાં એક સમણું મેં સંજોયું હતું;
ન મેં એકરાર કર્યો કે ન એણે ઇન્કાર,
છતાં આ તનથી મેં કાંઇક ખોયું હતું;
ના મળ્યા પછી કોઇ સગડ મને એના,
આ દલડું અંદર ને અંદર ખૂબ રોયું હતું;
આજ પણ છે ઇંતેજાર એનો "વ્યોમ"
આ મનડું મેં એનામાં જો પરોવ્યું હતું;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)