તું જરા ભીતર, ભળી જો,
ખુદ ખરેખર , તું મળી જો.
આંખ ખોલી ,જોયું શું છે?
બંધ આંખે, દિલ ઢળી જો.
હોય ઝાકળ, પ્રાકૃતિક છે,
ઊર્મિ ખીલે ત્યાં કળી જો.
છે જ ફાનસ જેવી દુનિયા,
થઇ પતંગો, તું બળી જો.
પ્રાકૃતિક છે , તું ય આનંદ ,
હું હું છોડી , ઓગળી જો.
-મોહનભાઈ આનંદ