ધરાની વેદના વાંચીને આવ વરસાદ.
છે મારી વાત સાચીને આવ વરસાદ.
સહન ન થાય એવો છે ઊકળાટને,
વાવણીની વાત કાચીને આવ વરસાદ.
જોને હવે તો મોરનો સાદ બેસી ગયો,
ચિંતા કિસાનોની ખાસ્સીને આવ વરસાદ.
ટાણે શોભતું હોય એ જ શોભે હંમેશાં,
આજે સમો લેને ચકાસીને આવ વરસાદ.
રાહ જોઈજોઈને આવી જતી નિરાશા,
ભરી દે ખાલી જળરાશિને આવ વરસાદ.
સાંબેલાંધારે કરી દેને શુભારંભ મેઘ તું !
અષાઢીબીજ ગજાવીને આવ વરસાદ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.