યાદ....
અમૂલ્ય યાદો સદા ખીલી ખીલી હોય છે;
યાદોની શૈયા ઘણી જ મખમલી હોય છે;
લાલથી લખો કે તમે લખો કાળી શાહીથી,
અમુક યાદો હમેશાં લીલી લીલી હોય છે;
ઇંતેજારમાં કોઈના જાગ્યા કરે છે રાતભર,
વગર પીધે એની આંખો નશીલી હોય છે;
રેઢિ પડી હોય છે અમુક યાદો અમસ્તાજ,
જરા શબ્દોમાં પરોવો તો ગઝલી હોય છે;
ભૂલવા છતાંય નથી ભૂલાવી શકતા કોઈને,
એમની યાદો પણ કેટલી હઠીલી હોય છે?
હોય છે હરેક હૃદયમાં કોઈક એવું "વ્યોમ",
યાદ જેની મેઘધનુષ જેવી રંગીલી હોય છે;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)