ઝાકળ જેવો ભીનો પરમ સ્પર્શ છે,
કોમળ હૈયું ફૂલોનું ,નરમ સ્પર્શ છે.
એકાંત છે ક્યાં સર્વત્ર એક તું હી,
શૂન્યમાં અલગારી ચરમ સ્પર્શ છે.
સંવેદિત થાય છે પ્રેમાળ એ સ્પંદને,
ઊર્મિ સદા હુંફાળી ગરમ સ્પર્શ છે.
વિસ્તાર પ્રકૃતિ માં, ત્રિગુણાત્મક,
સત્વ ને રજ , તમસ કરમ સ્પર્શ છે
સુખદુઃખ મનમાં, નિર્ણય બુધ્ધિ માં,
આત્મા આનંદ એ ધરમ સ્પર્શ છે
-મોહનભાઈ આનંદ