ઉપહાર માં મુસ્કાન છે જો ફૂલો ની,
યાચી છે ક્ષમા ત્યાં અગણિત ભૂલો ની.
કરવું પડે હોશે જ કર્મ તો અહિંયા,
વાતો છે જો કોઈક તો ઉસૂલો ની.
દિવસો ગયા અનુભૂતિના એ શબ્દોમાં,
શબ્દો છે તું જો ઝૂલણુ વાત ઝૂલો ની.
રીતો જુની છે બદલતા જમાના ની,
શિક્ષા ગઈ ગુરુજી તણાં એ કૂલો ની.
આનંદ ભીતર છે સહજ મળે છે ક્યાં?
યાત્રા કઠણ કાંટા ભરી છે શૂળો ની.
-મોહનભાઈ આનંદ