જીવન મીઠી નિંદર, શ્વાસોમાં ગણવાનું,
મૃત્યુ પણ છે સંગાથે જો પ્રછવાસે હોવાનુ.
ભ્રમણા સઘળું છે,જે સમજાતું બહું મોડુ,
તો પણ મૃગજળ પાછળ દોડીને ત્યાં જવાનું.
બેહોંશી નાં ખેલાડી ,ખોવાતા જઇ ને,
જાણે કે અજાણે ખૂદને ખોળી લેવાનું.
ક્યાંયે ખોવાઈ જતા નથી ચાદોને સૂરજ,
ગ્રહ હોય ગ્રસિત કાળે ક્રમશ: છે છુટવાનુ.
ઝીણા ઝીણા દર્દો તકલીફો માં જોડી,
મીઠા સપના, આનંદે માણી લેવાનું.
-મોહનભાઈ આનંદ