ફૂટતાં કિરણો થી કેવો ઉઘાડ છે.
દ્રષ્ટિ ગોચર પ્રાકૃતિક કેવું લાડ છે
ઘાટ ઘડતી હોય તૃષ્ણા જરા ભલે,
તોડ એનો નિંદણે ,મનથી માંડ છે
શબ્દ કડવા બોલતા બગડે કદીક જો
વાક ભીતર જો તું વિવેકી કમાડ છે.
ઝંખનાઓ ભોગવે દંડ અહિં જુઓ,
શાંતિ ને ચોરી, જતી થાય ધાડ છે.
પામવાનું હોય છે દિલ પ્રબળ કરી,
હોય આત્મા પ્રેમ, આનંદ લાડ છે.
-મોહનભાઈ આનંદ