ખોટો માણસ
વાત મારી પથ્થર ની લકીર છે એવું ઘણા લોકો કહી ગયા,
ખરીખોટી વાત માં કંઈક ની જીંદગી ગોટાળે ચડાવી ગયા,
કિરદાર તો નિભાવ્યો હતો એમને ડબલ ઢોલકી જેવો,
કામ તો હતું એમનું કાંઈક એવું જેમાં એ મશહૂર થઈ ગયા,
ખોટા માણસો ના સંગાથે ચડી કામ એવું હલકું કરી ગયા,
સ્વાર્થ ની ભાષા શીખી ને જાણે પોતાનું જીવન તારી ગયા,
એહસાસ ફક્ત એવો થતો હતો એમને કે સારું કામ કરી ગયા,
વાત ભર બજારે ઊડતી હતી ને સારા માણસો ની નજરે ચડી ગયા,
આપ્યું હતું સન્માન જે સમાજે એમાં પણ પાણી ફેરવી ગયા,
નજરે ચડી ગુમાવ્યું સન્માન ને સમાજ વેચવા નીકળી ગયા.
લે. નિરવ લહેરુ (ગર્ભિત)