Quotes by Bindu in Bitesapp read free

Bindu

Bindu Matrubharti Verified

@bindumaiyad191557
(282)

एक वक्त के बाद इंसान टूट कर बिखर नहीं जाता
पर बिखर कर जुड़ जाता है संजोया जाता है
और फिर वह कभी नहीं टूटता... बिंदु
शायद ईश्वर ही चाहता है कि वह कमजोर से खूब बलवान बने ।
और इसीलिए वह ऐसी परिस्थितियों का निर्माण करता होगा... जय द्वारिकाधीश 🙏🏻

-Bindu _Maiyad

Read More

મેં જિંદગીના સંબંધોના હિસાબ ના રાખ્યા ક્યારેય
કોણ ક્યારે લાગણીઓની સાથે છેતરી ગયું
તેના લેખા જોખા ના રાખ્યા...
કયારેય ન આવડ્યું મને વ્યાપાર કરતા સંબંધોમાં
કે તેના જેમ સરખા જવાબ દેતા કે સમયે
મને યાદ કરતા અને ગરજ વગર નામ પણ ન લેતા
પણ મને નથી કોઈ અફસોસ કારણ કે
આ લોકોએ ખૂબ જ મારા જિંદગીમાં અજવાળું પાથરવામાં મને મદદ કરી એક નવો માર્ગ ચીંધવા માં મને મદદ કરી છે
મને મારા એકાંત સાથે મળાવવામાં મને મદદ કરી મને મારા કાર્યમાં આગળ ધપાવવા માટે મદદ કરી
મને હું ભિન્ન છું બધાથી એ સમજાવવામાં મને મદદ કરી
મને જ્ઞાન આપ્યું કે ટોળામાં રહીને આપણે આપણું અસ્તિત્વ ખોઈ બેસીએ છીએ
અને તેના આવા વર્તનથી તેઓ મારાથી દૂર થયા અને મેં જિંદગીમાં ઘણું બધું કામ પૂરું કર્યું
મેં જિંદગીના સંબંધોમાં ક્યારેય હિસાબ ના રાખ્યા પણ મને ગર્વ છે કે હું મારા એકાંતમાં મારા વ્યક્તિત્વને કંડારવા માટે થઈને પ્રયત્નશીલ રહું છું અને હું હંમેશા હકારાત્મક રીતે વિચારું છું પછી કોઈપણ બાબત કેમ ના હોય.. મને કોઈ ફરક નથી પડતો કે બીજા લોકો મારી સાથે કેવો વ્યવહાર કરે છે પણ હા હું મારો સ્વભાવ ક્યારેય નહીં બદલી હું જ્યારે પણ તેમને જરૂર હશે મદદરૂપ બનીશ ભલે તેઓ મારી સાથે ગમે એવો પણ દુર્જન વ્યવહાર કરતા હોય મને મારું એકાંત ખૂબ જ ગમે છે અને મારા નવા વિચારોના સર્જન સ્વરૂપે મારા વર્તનમાં પરિવર્તિત કરવા માટે થઈને પ્રયત્નશીલ રહું છું
હું મારા માટે સમય ફાળવી શકું છું ખરેખર હું બીજા માટે વિચારું છું કે મને ગમે છે જે બીજાની મદદ કરવી હું માનું છું કે હું ઈશ્વરનું એક માધ્યમ છું જે બીજા ને મદદરૂપ બનવા થઈને સર્જાયું હશે એવું હું દ્રઢ પણે માનું છું...
મને કોઈ જ ફરક નથી પડતો બીજાઓ મારા માટે શું વિચારે છે બસ હું તો આ જીવનમાં ઈશ્વરના સ્મરણ અને સત્કર્મ પાછળ જ વીતાવા માટે થઈને સર્જાય છું એવું મને લાગે છે
માટે મને ગમે છે મારું વ્યક્તિત્વ... જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻

Read More

काश ऐसा हो सकता कि हम अपने बीते हुए पल को फिर से एक बार जी सकते तो वह जो हमें छोड़ कर चले गए हैं बहुत दूर इस दुनिया से दूर जो कभी फिर से नहीं मिल पाएंगे उनसे एक बार दिल की तसल्ली के लिए वक्त को थाम कर गले मिल सकते.. काश.............

-Bindu _Maiyad

Read More

મારા દરેક દોષને વિસરી જતો..
મારી ભૂલોનું મને ભાન કરાવતો..
મારી પીડાઓનો એ મરહમ બનતો..
મારી વેદનાઓને એ વાચા આપતો..
મારા કહ્યા પહેલા જ એ સમજી જતો..
મારા દોષોને વિસરીને મને સદૈવ હિંમત આપતો..
મારી લાગણીઓ મારી ભાવનાઓ ને જે પરખી જતો..
મારા રુદનને હાસ્યમાં પરિવર્તિત કરતો રહેતો..
મારા દિવસની શરૂઆતથી લઈ મારા
રાતના અંત સુધી સદૈવ મારી સાથે રહેતો..
બીજું કોઈ નહીં એ મારો મિત્ર મારો દ્વારકાધીશ મારી સાથે રહેતો..
Thank you Dwarkadhish for everything 🙏🏻

-Bindu _Maiyad

Read More

બહાર મેઘ વર્ષે અનરાધાર ભીતર અશ્રુઓ વહે ધોધમાર.....

-Bindu _Maiyad

રીમા પોતાના પિતા સાથે મર્સિડીઝ કારમાં વિકેન્ડ પર પોતાના ફાર્મ હાઉસ પર જઈ રહી હતી. તેના પિતાએ આ વિકેન્ડ પર પ્રોમિસ આપ્યું હતું કે તે તેને આઉટ ઓફ સીટી નહીં પણ આઉટ ઓફ કન્ટ્રી લઈ જશે પણ બિઝનેસમાં થોડા ઉતાર ચઢાવના કારણે એ પોસિબલ ન બન્યું જેથી તેનો એ પ્લાન સક્સેસ ન ગયો અને તેના માટે થઈને તે પોતાના ફેમિલીને લઈને પોતાના ફાર્મ હાઉસ પર જઈ રહ્યા હતા જે એકાદ વર્ષથી પણ વધારે સમય વીતી ગયો હશે ત્યાં જવા માટે હવે ફાર્મ હાઉસ પરના રસ્તાઓ નું સમારકામ ચાલી રહ્યું હતું ત્યાં રીમાના પિતા જુએ છે કે રીમાની જ ઉંમરની એક દીકરી પોતાના પપ્પાને તેના કામ માટે મદદ કરી રહી છે અને તેનું કામ સારું થઈ જવાથી તે પોતાના હાથમાં ધૂળ અને રેતીનું છબલુ લઈ અને ડિસ્કો કરી રહી છે જાણે તેને કેટલું સુખ પ્રાપ્ત થઈ ગયું છે જ્યારે ખાલી એક ઈચ્છા પૂરી ન કરી શકવાથી રીમા એના પપ્પા થી નારાજ થઈ ગઈ છે‌.
ખરેખર આપણે જ બાળકોને સાચો આનંદ શું છે એ શીખવી નથી શક્યા માટે તેઓ માણી નથી શકતા નાની નાની ખુશીઓને પણ મહેસુસ કરવી જોઈએ પણ આપણે એટલું બધું બાળકોને અપેક્ષાઓથી ભરપૂર જીવન આપી દઈએ છીએ જ્યારે એ જ અપેક્ષાઓ પૂર્ણ થતી નથી ત્યારે બાળક ઉદાસ થઈ જાય છે એક ગરીબ વ્યક્તિ પણ નાનકડી ખુશી મળવાથી આનંદિત થઈ જાય છે જ્યારે અમીર વ્યક્તિ એક નાનકડી ઈચ્છા પૂર્ણ ન થવાથી પોતાના આનંદને ખોઈ બેસે છે.જય દ્વારકાધીશ 🙏🏻

Read More

વાતોડીયુ વર્તન તારું...
મુખ પર તારા ખંજન...
સદાય હસતો તારો ચહેરો જોઈને આંખોની મળતી રાહત
તુજ આસપાસ રહેવા હું તત્પર રહેતી... બિંદુ અનુરાગ
હંમેશા આતુર રહેતી તને જોવા મારી આંખો...
તારી મીઠી મીઠી વાતો મને કરતી પાગલ...
તારું રિસાઈ જવું અને ફરીથી હું તને મનાવીને જે હસવું તને આવતું એ જોઈએ દિલને મળતી મારે ઠંડક...
વાતોડીયુ વર્તન તારું... મુખ પર ર તારા ખંજન..
મારા વ્હાલા આત્મન....

-Bindu _Maiyad

Read More

शिक्षा वह नींव है जिससे हम अपने भविष्य का निर्माण कर सकते हैं ,और जीवन में उजाला ला सकते हैं ।

-Bindu _Maiyad

"કેટલાય કષ્ટો વેઠીને મુખ પર હાસ્ય રેલાવું છું કોઈક જો પૂછી લે પ્રેમથી કે વ્હાલ વરસાવે હેતથી તો આંખો અમસ્તા જ છલકાઈ જાય છે."જય દ્વારકાધીશ 🙏🏻 બિંદુ

-Bindu _Maiyad

Read More

ફરીથી ગુંજી ઉઠશે કિલકારીઓ...
Bindu Maiyad
શાળાનો ઘંટ ફરીથી રણકસે ...
દિવસની શુભ શરૂઆત થશે સુંદર મજાની સમુહ પ્રાર્થનાથી
અને નવી ઊર્જા મળશે ...
સ્ટેશનરીઓ ના ધક્કા ,યુનિફોર્મ ની ઉપાધિ, નવા ટિફિન બોક્સ
અને વોટરબેગની ખરીદી થી ધમધમસે બજાર
તો નવા જૂતા તો વળી કમ્પલસરી ...
તો વળી છત્રી રેઈનકોટને માળિયામાંથી ઉતારાશે
એ સવાર સવારમાં ગરમાગરમ નાસ્તા કે ટિફિન ની તૈયારીઓમાં મમ્મી લાગી જાશે...
શાળાનું મેદાન ફરીથી ગુંજી ઉઠશે બાળકો ની કીલકારીઓથી
અને રસ્તા પર સ્કૂલ બસના હોર્ન સંભળાશે ..
અને નાના નાના ભૂલકાઓના હસતા રડતા ચહેરાઓ જોવા મળશે ફરીથી ગુંજશે કિલકારીઓ.... વેકેશન પૂર્ણ થતાં...
મારી શાળા અને તમામ વિદ્યાર્થીઓને સમર્પિત..
જય દ્વારકાધીશ 🙏🏻

-Bindu _Maiyad

Read More