Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભક્તના ઉર પોકારે તારે આવવાનું નક્કી.
નયનની એ અશ્રુધારે તારે આવવાનું નક્કી.

હોય ભલેને કામ હજારો કરવાના હો બાકી,
નિજજનના દિલતારે તારે આવવાનું નક્કી.

છે હકીકત હરિવર તને ના ભૂલે ભક્ત કદી,
તારું નામ જ્યાં ઉચ્ચારે તારે આવવાનું નક્કી.

હોય પૂરો વિશ્વાસ પરસ્પર ના હો ડગમગને,
એની ઉરવેદના આધારે તારે આવવાનું નક્કી.

થશે રાજી ઊભય સન્મુખ એકમેકને નિરખી,
પ્રેમ પરાકાષ્ઠા અવતારે તારે આવવાનું નક્કી.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111726012
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now