Gujarati Quote in Motivational by Tr.Anita Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"અતૂટ વિશ્વાસ."
-@nugami.

ભૂતકાળ કોઈ પણ નુકસાનની ભરપાઈ નથી કરી શકતું.
જે વીતી ગયું ,એ પાછું નથી આવતું કે નથી એને બદલી શકાતું.ભૂતકાળ પાસે કોઈ જ વિકલ્પ નથી.

પણ વર્તમાન પાસે બે વિકલ્પ છે.સકારાત્મકતા અને નકારાત્મકતા.

તમે કયા વિકલ્પ ને વધુ મહત્વ આપવા ઈચ્છો છો,એ તમારી માનસિક સ્થિતિ ની તટસ્થતા પર નિર્ભર છે.

કોઈ એ ભૂતકાળમાં તમને તકલીફ આપી,
તમે કોઈ ના માટે તમારો કિંમતી સમય વ્યય કરી નાખ્યો અને સામેથી કોઈ જ આશા ના મળી,
કોઈએ તમારી લાગણીઓ ને ઠેસ પહોંચાડી,
કોઈ ના કારણે તમારા ધંધા માં નુકસાન થયું,
કોઈ ના લીધે તમારું જીવન વેરવિખેર થઈ ગયું......
ઘણાં કારણો છે ભૂતકાળ ને ફરી ને ફરી વાગોળવા માટે ....
પણ એન શું? એનાથી શું થશે? બસ આંતરડા જ બાળવાના ? આ બધું યાદ કરી ને? ભૂતકાળને યાદ કરી એના બદલે કંઇ સુખ મળવાનું છે ? કે,
એ થયેલી ઘટના માં કોઈ ફેરફાર થવાનો છે?

ફેરફાર જરૂર થાય જો ભૂતકાળ ની બનેલી ઘટનાઓ ને ભૂતકાળમાં જ રહેવા દઈ ને એને ફરીને ફરી ના વાગોળતા એમાંથી ડાઈ શીખામણ લઈ ને વર્તમાન નો બગાડ થતો અટકાવીએ તો.......

આપણે જે જીવીએ છીએ એ જીવન વર્તમાન માં જ છે, એક ક્ષણ માં જ છે....તો શા માટે ભૂતકાળનો પોટલો લઈ ને વર્તમાન ને ભારે મારીએ?
વર્તમાન માં જીવવા આસપાસ ના વાતાવરણ માં ,પોતાની ભીતર સકારાત્મકતા રાખવી ખૂબ જ જરૂરી છે.

સકારાત્મકતા ને એટલી હદ સુધી પામી લો ,કે કોઈ દરિયા માં નાખે અને આપણ ને તરતા ના આવડતું હોય,તો પણ હ્રદય ને મન તટસ્થ રહી ને કહે "જોયું જશે.....જીવી લઈશ....."
બસ ત્યારે ખરા અર્થ માં જીવન જીવવાનું શરૂ થશે.....
કોઈ પણ પરિસ્થિતિ હોય બસ હિંમત હોવી જરૂરી છે.
બધું જ નશ્વર છે,તો ચિંતા શાની કરવી?

Gujarati Motivational by Tr.Anita Patel : 111725912
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now