સહજ ને સરળ છે સમાધી કરી જો,
જીવનની બધીયે, ઉપાધી તરી જો.
સદા થાય આહત જરા મનને જાણો,
મનોલય તું ,પ્રાણે સહજતા ભરી જો.
ને કેવળ તું બોજો ન થાજો કદીયે,
તું સમતામાં સંમતિ કરીને ઠરી જો.
વહી દ્રષ્ટિ દુનિયા મહીં આંખ ફાડી,
તું ભીતર અમી રૂપ દર્શન જરી જો.
જરા કોઈ નિષ્કામ ભાવે કરમ જ્યાં,
તું આનંદ રૂપે જ, ગુણમાં ફરી જો.
-મોહનભાઈ આનંદ