Gujarati Quote in Religious by Shaimee oza Lafj

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોરી વિનંતી સુનો સંતોષી મહારાની....વિદાય કવિતા..

જય ગણેશ વિધ્નહર્તા,દેવોમાં પ્રથમ પૂજાતા
જય માં પાર્વતી સદાય ભક્તો ઉપર મમતા વર્ષાવતી,
જય શિવ શંકર દેવાધિ દેવ તમે સૌ ભક્તોને
સમાન નજરે જોઈ,ભેદભાવ ન કરતાં.

તુ ગણેશજી ભ્રાતાની લાડલી દિકરી
પાપા શંકરની તું છે પ્યારી,મૈયા પાર્વતીની
રાજદુલારી,તારી રિધ્ધિ સિધ્ધિ છે માત,
અમે તો ભૂલા પડ્યા...

ઓ મૈયા સંતોષી મૈયા જય જગજનની,
તારા નામ છે, હજાર અમે તો ભુલા પડ્યા.
ભુલચુક થઈ હોય તો ક્ષમા કરજો,
બેટી માની મારું વ્રત વધાવજો...
જય જગતંબા ઓ મહારાણી
આ જગત છે તારો દરબાર
અમે તો ભુલા પડ્યા...

તુ જગતંબા, તું માં પાર્વતી
તું લક્ષ્મી, તું સરસ્વતી,દ્રુષ્ટ સંહાર
હેતુ પ્રગટિ માં કાલી,મૈયા તારી છે નિરાલી.
જે સ્વરૂપે અમે ભજતાં,એ સ્વરૂપે દર્શન આપી
તમે અમને ધન્ય જો કરતાં,તુ હૈ જગત પાલનકર્તા,
તું પળભર માં માડી સંહાર કરતાં,
તમને ઓળખવામાં માં
અમે તો ભૂલા પડ્યા....

સોળ શુક્રવાર છે તને પ્યારા,
જો કોઈ ભક્ત સોળ શુક્રવારનો સંકલ્પ લેતા,
અટકાયેલા કામ પુરણ થાતાં,તુ તો છે માં
ભાગ્યવિધાતા,દુઃખનું દમન કરી સુખ સમૃદ્ધિ પ્રદાનકર્તા,
તુ તો ભક્તોની ખાલી ઝોળી ભરતી,શરણાગતને કદી નિરાશ ન કરતી,ત્રણેય લોકની તુ પુજ્ય ગણાતી,
અમે તો ભુલા પડ્યા માં તને ઓળખવામાં...

ગોળ ચણાના ભોગથી માતા પળમાં રિઝાતી,
જે ભક્તો પર તું હાથ રાખે તો એ ભક્તની
કદી હાની ન થાતી,સુર્ય ચંદ્રને તારા માં તેજ
પૂજ છે,જેમ સુહાગણ તારું વ્રત જો કરતી
સંતાન,સૌભાગ્યને સુહાગનુ સુખ પામતી,
જો કોઈ કન્યા શ્રદ્ધાભાવે તને પૂજે મનગમતો
ભરથાર જો પામે,તારા આશીર્વાદથી કદી
બેઉ પતિ પત્ની ક્યારેય જૂદા ન થાય,બેઉ વચ્ચે તું
પ્રેમની ગાંઠ જો બાંધતી,તુ ન હોય તો માડી
આ સર્વ સુખ છે અર્થહીન,જ્યારે સમય સાથ છોડે
ત્યારે આ સુખો પળમાં છીનવાય છે,તારા વગરના
દરેક સંબંધ માડી છે,એક તુચ્છ માયાજાળ
જ્યારે આશિર્વાદ તારા હોય ત્યારે વળતી વેળા થાય છે,
તારા આશીર્વાદથી માતા મડદાં જીવિત થાય છે,
હૈ શક્તિ સ્વરુપિણી શ્રી ગણેશસૂતા તારા વગર
આ જીવન અસાર છે.

મારી સહેલી સંતોષીરાની આતે કેવી ધડી આવી.આમ અચાનક ખાસ સહેલીથી વિદાય આવી એવી ખબર કોણે હતી?માડી આશીર્વાદ આપજે,દુઃખીયાના દુઃખ હરી માં દયાની શરણ આપજે,સૌનું તુ કલ્યાણ કરજે,તારી દયાથી
કોઈ ભૂખ્યુ ન સુવે,એનું તું સદા ધ્યાન રાખજે
કણ કણમાં તુ રમણ કરતી,
ધૈર્ય સંતોષ બધાં જીવોને પ્રદાન કરતી.
દુખ પાપ કાપીમાં ભાગ્યરેખા બદલી નાંખતી,તારી જે કોઇ પૂજા કરે એને મોહ,માયા,લોભ,છળ,કપટ કદી ન સ્પર્શે જય સંતોષી પરમેશ્વરી,તુ રૌદ્ર રુપ ધરનારી માત ભવાની...
આતે કેવી વહમી વિદાય આવી,જોત જોતાં એકવીસ શુક્રવાર પૂરા થયાને ખબર ન રહી,આમ વિદાયની વેળા આવી,આંખો રડે આપની યાદમાં આવી ઘડી કેમ આવી
તને ઓળખવામાં હું ભૂલી જો પડી હોવ તો ક્ષમા માંગુ છું,

તમારું મંદિર વરદાનનો ખજાનો,ભક્તિ શ્રદ્ધાથી કોઈ
તમારું મન જીતતા,હું આપના ચરણોમાં થોડી જગ્યા માંગુ
આ તે કેવી ધડી માં આવી,આપથી આમ જુદા પડવું પડ્યું,
પાંચ મહિના તમે સાથે રહ્યા ને અનેરો સંબંધ બંધાઈ ગયો
કોઈ આમ મિત્રતાની દોહાઈ આપી આમ ચાલ્યું જાય માં ?
આ તે કેવી માયા ત્રિભૂવન સુંદરી,અવગુણો હરી ગુણ પ્રદાન કરજો માં,સંતોષીજી તમારું સંતાન ગણી સદા આશીર્વાદ વર્ષાવજો,મારા મનની વાત હું કોણે કહે,આમ આવી અણધારી વિદાય આવશે એવી કોણે ખબર હતી,

શૈમી ઓઝા "લફ્ઝ"

Gujarati Religious by Shaimee oza Lafj : 111724488
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now