હું હરિથી વિખૂટો ના પડું કદી.
છોને વીતતી જાય સદીને સદી.
હરિ મારા અંતરે સદા બિરાજે
હૈયું આનંદ સદૈવ નૂતન સાજે.
જીવનમા આવે જાણે કે વદી...હું હરિથી.
હરખ મારે હરિવર હો સંગાથે,
વાણી મારી શબ્દે શબ્દે પ્રાર્થે,
એને પામવા બની જાઉં જિદી...હું હરિથી.
સાચા સ્નેહી બસ હરિ જ મારે,
ભવસાગરથી મુજને જે ઉગારે,
દોડું જાણે કે સાગર જોઈને નદી...હું હરિથી.
ના ગણજો એ આયુષમાં મારા,
તુજવિણ વીત્યા દિવસો અકારા,
રખેને હોય કોઈ વસ્તુ ગણાય રદી...હું હરિથી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.