Gujarati Quote in Quotes by Chaitanya Joshi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા મનમંદિરના દ્વારે આવો શ્રીહરિ.
આજ સેવક તો સંભારે આવો શ્રીહરિ.

નથી સજાવ્યા ઓરડા કે આંગણ મેં,
દેખી ભાવનાને શણગારે આવો શ્રીહરિ.

નથી ભોજન બત્રીસ વાટકે પીરસ્યાં,
અંતર આરઝૂના આકારે આવો શ્રીહરિ.

ખૂટ્યાં અશ્રુઓ અવધેશ આરાધીને,
મુજ નયનના પલકારે આવો શ્રીહરિ.

ધબકે ઉર અવિરત તમને કૌશલેશ,
નામ સંગાથે ધબકારે આવો શ્રીહરિ.

પતિત પાવન પરમેશ તારો અમને,
ભૂલો ભૂલીને ઉર ઠારે આવો શ્રીહરિ.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Quotes by Chaitanya Joshi : 111724072
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now