Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ સબંધને ક્યારેય ધોખો ન આપજો;
ના ગમે સબંધ તો પૂર્ણવિરામ આપજો;

રાખ્યો હોય જેણે વિશ્વાસ ખૂદથી ઘણો,
બને તો એના ભરોસાને દગો ન આપજો;

અબોલ કે દૂર રહેવાથી નહીં આવે હલ,
ખૂલ્લા મને વાત કરી એનો અંત લાવજો;

જીવન સફર નથી હોતી આસાન અહીં,
મન દુઃખ ભૂલાવીને સદા સાથ આપજો;

આપી છે આઝાદી જ્યારે માબાપે તમને,
તો એમના ભરોસાની આમન્યા રાખજો;

ન મૂકો આંધળી દોટ પશ્ચિમી સંસ્કૃતિમાં,
આપણી ભારતીય સંસ્કૃતિ અપનાવજો;

નથી સંપૂર્ણ કોઈ વ્યક્તિ અહીં "વ્યોમ"
બીજાના દોષ પહેલાં ભીતરમાં ઝાંકજો

... ✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111724044
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now