આ આંખોની ભીતર કાજળ ના લપેડા રહેવા દે ને.....
આ હોઠની ઉપર લાલી ના થપેડા રહેવાદે ને.....
આ ગાલની ઉપર પાવડરના થર ના જામવા દે ને.....
આ કેશ ને મહેંદી ના રંગમાં રંગવાનું રહેવા દે ને.....
આ કંઠે હીરા ના હાર ના થડકલા કરવાનું રહેવા દે ને.....
આ બધું મને નડતરરૂપ બને છે......
તુજ ભીતર ની સુંદરતા ને નિહાળવા માટે.....
આંખો ને થોડી નરમાશ થી જુકાવી ને,
હોઠ ને અપાર સ્મિત થી છલકાવીને,
ગાલ પર પડતાં ખંજન અને
ઉંમરની સાથે વધતા થોડા કાળા ધોળા ડાગ માંથી લાલીમા ને ઉભરાવી ને ,
કેશ ના ધોળા કાળા રંગમાં જીવન ના અનુભવો ને વણી લઈ ને,
બસ તું પોતાને માત્ર તું જ બની ને જીવવા દેને....
-@nugami.