Gujarati Quote in Story by Bindu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આરવ ની અનામિકા ભાગ 8

ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી જઈ હોસ્પિટલના બિછાના પર બેસેલી અનામિકા મનોમન ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હે દ્વારકાધીશ ! મારા આ 17 વર્ષના પરિવાર રૂપી માળાને અનેક વાવાઝોડાથી તે જ તો બચાવ્યો છે હવે મારા આ માળાને તું તૂટવા નો દેતો.. આરવ મારા જિંદગીનો આધાર છે તેના વગરનું જીવન હું કલ્પી જ ન શકું તેના વગરનું જીવન વ્યર્થ છે...
અને ત્યાં જ ડોક્ટર તપાસવા આવે છે અને અનામિકા સફાળી ઊભી થઈ જાય છે અને આરવને જગાડે છે આરવ ચાલ જોયે ડોક્ટર  આવ્યા છે શું કહે છે જો તો ખરા પણ આરવ તો જાણે જીદ પર ચડ્યો હોય તે કહે છે બસ કર ને હવે અનામિકા please.. હું ઇચ્છું છું કે..ચાલ હવે મને ઘરે લઈ જા મને કશું જ નથી થયું બસ આ પેટ દર્દ ક્યારેક તો ઉપડે છે અને એ બધું ઠીક થઈ જશે મારે કોઈ જ ટ્રીટમેન્ટ નથી કરવી પણ અનામિકા તો જાણે હઠ લઈને બેસે છે કે મારે તો મારા આરવ ને એકદમ તંદુરસ્ત અને સ્વસ્થ કરીને જ ઘરે લઈ જવો છે..
જેમ નાના બાળક ને સમજાવે તેમ અનામિકા આરવ ને સમજાવે છે કે જો આરવ આમ જીદ  સારી નથી તું મારા માટે એટલું પણ નહીં કર please શું કામ જીદ કરે છે ચાલ માનીજા please આરવ ...વળી અનામિકા રડી પડશે તો એ બીકથી જ આરવ ઊભો થાય છે અનામિકા તેને ઊભો કરવામાં મદદ કરે છે પણ આરવ તો ભારે હઠીલો કહે છે કે હું કંઈ એટલો બીમાર નથી હું જાતે ઉભો થઇ શકું છું please તું મારી extra care ન કર ok...
આમ ક્યારેક અનામિકા વર્તમાનમાં તો ક્યારેક વર્તનમાંથી ભૂતકાળમાં તો વળી એથી વધારે ભવિષ્યમાં ખેંચાઈ જાય છે ક્યારેક તો વોશ રૂમમાં જઈ એટલી બધી રડે છે કે અવાજ ન થાય એ બી કે પોતાના હાથ પર પોતાના દાંત બેસાડી દે છે અને આમ તે પોતાની જાતને કંટ્રોલમાં રાખવા માટે પ્રયત્ન કરે છે 17 વર્ષની મહેનતને નો બનાવેલું સપનાનો મહેલ કડડડ ભૂસ તો  જાણે જુવે  છે  પોતે ધારવા ઇચ્છવા છતાં પણ કંઇ કરી નથી શકતી તેનો વસવસો તે અનુભવે છે વળી પાછી આરવ  સામે નોર્મલ થઇ ને આરવ ને હસાવવા માટે થઈને કેટલાય પ્રયત્નો કરે છે આમ પણ અનામિકા ના જીવનમાં પ્રયત્નો જ હતા ને એક પ્રયત્ન બધાને સાથે જોડી રાખવા એક પ્રયત્ન કે બધા સાથે તાદાત્મ્ય સાધવું એક પ્રયત્ન કે બધા જોડે યોગ્ય રીતે વ્યવહાર સચવાય આમ પ્રયત્નોના કારણે તો એ ટકી શકી હતી જિંદગીમાં કેટલાયે ચડાવ-ઉતાર આવ્યા હતા પણ હંમેશા અનામિકા એવું ઇચ્છતી કે તેનો એક  નાનકડો પરિવાર હોય અને  પોતાના બે બાળકો હોય નાનું પણ સુખી કુટુંબ એક નાનકડું સપનાનું ઘર હોય પણ જિંદગીમાં દરેક સપનું પુરૂ થાય એવું ક્યાં જરૂરી છે મોટા ભાગના સપના તો જોવાય છે અને તે ભૂલી જવાય છે પણ અનામિકા હાર ન માનતી તે પોતાના સ્વપ્નને પૂરો કરવા માટે રાત-દિવસ મહેનત કરતી લગ્ન પછી પણ અનેક સંઘર્ષો વચ્ચે તેણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને પોતે અનેક સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ઉચ્ચ પદ પર સરકારી નોકરી પણ મેળવી શકી કેટલાય સંઘર્ષો અનામિકાના જીવનમાં પણ તેના મનમાં એક જ દ્રઢ વિશ્વાસ હતો કે કોઈ પણ કાર્ય માં મહેનતથી શ્રેષ્ઠ બીજું કશું જ નથી મહેનતનો કોઈ જ વિકલ્પ નથી..

Gujarati Story by Bindu : 111723896
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now