કોઈ આટલું કેમ ગમતું હશે ?
કેમ મન માં રત દિવસ રમતું હસે ?
આમ તો હસતું રહે છે રોજ તે,
કેમ છાના ડૂસકાં ભરતું હસે ?
જીવવું સહુ ને ગમે છે આમ તો,
કેમ રોજે રોજ મરતું હશે તે ?
સાવ બંજર થઈ ગયેલી ભૂમિ પર,
કેમ ઝાકળ જેમ ઝરતું હશે ?
આભ માંથી રોજ જોયા તે કરે ,
કેમ આ રીતે પછી તે ખરતું હશે ?
કાઈ સમજણ ના પડી અમને કદી,
કેમ તે સ્વપ્ન બની સરતું હશે ?
છોડી ગયું છે અમો ને તોય તે,
કેમ આંખો ની સમક્ષ ફરતું હશે ?
ડાયરી ના પાને.........
jigna pandya.....✍️✍️✍️