મરી જાય જો હું ,મજા તો પડે છે.
તરી જાય જો તું, મજા તો મળે છે.
અહીં જો સરકતું સમયમાં જ સઘળું,
ને બદલાઈ જોને, બધુંયે ટળે છે
ઊઠે છે કસમ ખાઈ ખોંખાર કેવો?
અહમ ઓગળીને ,ખૂદા માં ઢળે છે
દઈ દિલમાં, દસ્તક ધડકતા જ હૈયે
ને રફતાર હટકે, જરા ખળભળે છે.
સકળ લોકમાં સહુ ને વંદે કરી ને,
અહંકાર આનંદ ,માંહી ભળે જો.
-મોહનભાઈ આનંદ