કહેવું હતું ઘણું પણ કહીં ના શક્યા,
બોલવું હતું ઘણું પણ બોલી ના શક્યા,
ખીલવું હતું ઘણું પણ ખીલી ના શક્યા,
મહેકવું હતું ઘણું પણ મહેકી ના શક્યા,
નીખરવું હતું ઘણું પણ નીખરી ના શક્યા,
નાચવું હતું ઘણું પણ નાચી ના શક્યા,
હસવું હતું ઘણું પણ હસી ના શક્યા,
રડવું હતું ઘણું પણ રડી ના શક્યા,
જિંદગી હતી નાનકડી કરવું હતું ઘણું,
પણ જવાબદારીઓ હતી ઘણી કે,
કાંઈ કરી ના શક્યા.