આ હા હા, આવી છે વસંત, લાવી છે સાથે, ફૂલોથી લદાયલા ઝાડપાન
માનો, મુરઝાઈ ગયેલી વડ વેલીઓ માં પુરાઈ ગયો હોય નવો પ્રાણ.
સૂર્ય પ્રકાશમાન છે, અને નીલ ગગન ચમકે છે; સ્વચ્છ છે આસમાન
હવામાં ખુશનુમા ફેલાઈ છે, ફૂલોની મહેક છે, પંખીઓ ની ચહેકમાં છે ગીત-ગાન
કળી ફૂલ બનવા તત્પર છે, કમળ માં આવશે ચાંદના ખીલવા સાથે જ જાન
ચાંદના મોહમાં, તત્પર છે ચકોર ખુશી ખુશી ન્યોછાવર કરવા પોતાના પ્રાણ.
વસંત લાવે દિલોમાં ખુશાલી ની હિલોલ; ચાલો કરીયે એનું સ્વાગત, સન્માન.
Armin Dutia Motashaw