મન માં થતી મુંઝવણ કે
દિલ માં થતી હરખ ની હેલી,
શું થશે ? શું થશે ?
મનમાં ઉદભવતા પ્રશ્નો,
વારંવાર અરીસામાં જોવું,
ઘડિયાળ નું થંભી જવુ,
એક નું બીજુ બોલવું,
હાથ માં ની વસ્તુ નું પડવું,
ચહેરા પર ની બદલાતી ચમક,
આંખ માં નું છલકાતું કાજલ,
હોઠો પર નું અનેરું સ્મિત,
હાથ પગ નું સહેજ ધ્રુજવુ,
મનમાં થતી ગભરાટ કે
દિલ માં થતો આનંદ ?
@Parmar sadhna