Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ત્યજીને સઘળી જગજંજાળ હરિ તારે શરણે આવ્યો.
હવે તું જ બસ મુજને સંભાળ હરિ તારે શરણે આવ્યો.

અંતર મારું થયું પુલકિત તવ નામસ્મરણે કરુણાનિધાન,
' ત્રાહિમામ ' જીવને તું પંપાળ હરિ તારે શરણે આવ્યો.

કામ ક્રોધાદિક ષડરિપુથી ખરડાયો કેટલો કોશલેશ પ્રભુ,
આપદા મારી હરિવર તું ટાળ હરિ તારે શરણે આવ્યો.

જગત પ્રપંચી કેવો સતાવે તારાવિણ છું હું અધૂરો હરિ,
આખરે તારો હું છું પ્રભુ બાળ હરિ તારે શરણે આવ્યો.

શરણાગતને રાખણહારા ભક્તવત્સલ છો ભગવાનને,
છોને હોય હળાહળ કલિકાળ હરિ તારે શરણે આવ્યો.

એક અરજ છે મારી પ્રભુ મુજ કાજ હરિ કૈંક વિચારો,
તવ વિયોગે હૈયે છે અગનઝાળ હરિ તારે શરણે આવ્યો.

રીઝો રઘુકુલનંદન રામ રહેમનજર સેવક પર રાખજો,
લાવી કરુણા લેજો દાસની ભાળ હરિ તારે શરણે આવ્યો.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111723229
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now