ઝરમર ઝરમર વરસે મેહુલિયો;
મળવા ધરતીને તરસે મેહુલિયો;
આલિંગનમાં ભરી પ્યાસી ધરાને,
મંદ મંદ મુસ્કાતો હરખે મેહુલિયો;
ધરતી એ કર્યો સમાવેશ ખૂદમાં,
માટી સંગ સંગ મહેકે મેહુલિયો;
ગાજવીજ કરતો પ્રેમ દર્શાવે એ,
ઘનઘોર અંધારે ચમકે મેહુલિયો;
ધમધોકાર તો ક્યારેક ધીમે ધીમે,
ટપ ટપ, ટપ ટપ ટપકે મેહુલિયો;
બન્યું છે મોસમ આજ પ્રેમ ભર્યું,
યુવાન હૈયામાં છલકે મેહુલિયો;
સાથે છે એ સંગાથ ભીંજાય છે,
બાકી યાદમાં સનમ ભરે મેહુલિયો;
રહે "વ્યોમ" ને ધરા સદા દૂર દૂર,
"વ્યોમ" ધરતીને મેળવે મેહુલિયો;
...✍️વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
GETCO (GEB)