Gujarati Quote in Story by Bindu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આરવ ની અનામિકા ભાગ 5...

અને પોતાના મોબાઈલમાં રહેલા whatsapp માં અનામિકા જુએ છે કે ઓફિસે જતી વેળાએ થી લઈને ઓફિસેથી આવ્યા બાદ પણ આરવ ના જ મેસેજ,તે નાસ્તો કર્યો? વરસાદ છે હું લેવા આવું? તું જમી? ક્યારે આવીશ? શું બનાવીશ? ચાલશે જે પણ હશે... અને ફરીથી અનામિકાની આંખોમાં આંસુ રૂપે ભરતી આવી જાય છે માંડ માંડ રોકી રાખેલા આંસુઓની પાળ અચાનક જ તૂટી જાય છે કે હવે બસ કર દ્વારકાધીશ, ક્યાંક આરવ આમ મધદરીએ  છોડીને જતો રહેશે તો હું શું કરીશ તેના વગર... હવે બસ તું જ મારો આશરો છે હે ! દ્વારકાધીશ. બસ ડોક્ટરની વાત સાચી ન ઠરે... આમ ગમે તેમ કરી પોતાના મનને મનાવીને આરવ ની સામે જતા પહેલા એક ઊંડો શ્વાસ ભરે છે અને હસવાનો પ્રયત્ન કરે છે અને આરવની સામે જાય છે ત્યારે આરવ  પોતાના બેડ પર બેસીને બારી બહાર જોઈ રહેલો હોય છે આરવ પણ જાણે બધું જ પામી ગયો હોય છે તેમ છતાં  અનામિકાના આંખોના છુપાયેલા આંસુ અને જોવાનું ટાળે છે તે ઈચ્છે છે કે જલદી અનામિકા હસવા માંડે જેવી નિખાલસ છે તેમ જ રહે જેમ હસતી હોય છે તેમ જ હસતી રહે પણ એ વાતથી અજાણ અનામિકા તો આરવ માટે વારંવાર તેના દ્વારકાધીશને પ્રાર્થના કરે છે કે પ્લીઝ મારા આરવને મારાથી દૂર નહીં કરીશ તુ બચાવી લે જે... અનામિકાના આંખોમાંથી શ્રાવણ-ભાદરવો જાણે સુકાતા જ નથી વારંવાર રડીને એની આંખો પણ જાણે એનો સાક્ષી પુરાવે છે કે અંદરથી અનામિકા કેટલી તૂટી ગઈ છે કેટલી ભાંગી ગઈ છે પણ મનમાં નક્કી કરેલું હોય છે કે આરવની સામે ક્યારેક તુટશે નહીં કે ક્યારેય પોતાનું દુઃખ તેને બતાવશે નહીં મજબૂત બનીને તેની સામે ઊભી રહેશે ફરીથી ઊંડો શ્વાસ ભરી અને આરવની સામે હસતો ચહેરો લઈ જાય છે....

Gujarati Story by Bindu : 111721500
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now