Gujarati Quote in Story by Bindu

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આરવ ની અનામિકા ભાગ 5

      અહીં હોસ્પિટલના બિછાના પર  રહેલ આરવ ને જોઈને અનામિકા પોતાના ભૂતકાળમાંથી બહાર નીકળે છે અને આરવ પણ એકીટસે અનામિકાને જ જોયા કરે છે બંને વચ્ચેનો 18 વર્ષ નો પ્રેમ કેટલાય ચડાવ-ઉતાર છતાં પણ અકબંધ રહે છે બંને વચ્ચેની આત્મીયતા અને એકબીજાની આંખોમાં જોઈને પોતાના પ્રેમને મહેસુસ કરે છે બંને કલાકો સુધી મૌનમાં જ ડૂબેલા રહે છે અને હોસ્પિટલના રૂમમાં હોય છે માત્ર નીરવ શાંતિ કોઈ જ જાતના સંવાદો નહીં....
અનામિકા એ વાતથી અજાણ હોય છે કે આરવ જે આ વારંવાર જાન આપવાનું કહે છે તે ક્યાંક સાચું તો નથી થવાનું ને... ક્યાં એ સતત બોલતો રહેતો આરવ અને ક્યાં આ સ્થિતી માં શાંત આરવ... કદાચ તે જાણતી હોત તો? તે સ્વીકારું કેટલું કઠિન હોત, તે પોતાના દ્વારકાધીશ ને પ્રાર્થના કરે છે કે મને તારા પર  પૂરી શ્રદ્ધા છે ,દવા પર નહિ પણ, એ માત્ર અને માત્ર  તારી કૃપા થી જ  મારા આરવને સારું  કરી દેજે... તે હંમેશા પોતાના તન મન અને ધનથી આરવ ને ચાહતી,એ આરવ ને  સ્વસ્થ કરવાના પ્રયત્નો કરે છે
તે વળી ભૂતકાળમાં ખોવાઈ જાય છે સગાઈ પછી ચાલતો કાર્ડસ અને લેટર નો દોર તેને યાદ આવે છે... એ દરેક કાર્ડમાં કંઈક નવીનતા હોય જ તો અનામિકા વિચારે કે છે કે શું આરવ ખરેખર તેને આટલો પ્રેમ કરતો હશે અને વળી દરેક કાર્ડની સાથે સાથે એક નાનકડો લેટર તો હોય જ અને દરેક લેટરમાં અનામિકાના ભરપૂર વખાણ કર્યા હોય આરવ માટે અનામિકા જેટલું કોઈ  જ વ્યક્તિ મહત્વ ધરાવતું ન હતું એની જિંદગીમાં આટલો પ્રેમ એને કોઈએ પણ આપ્યો ન હતો સગાઇ પછીના એક વર્ષ બંને માટે એક બીજાની ફીલિંગ એકબીજાના પ્રત્યેનું આકર્ષણ ટેલિફોનિક વાતચીત માં જ વ્યક્ત થઇ જાય છે.વળી કેટલા બધા ફેમિલી પ્રોબ્લેમ પણ તેમ છતાં અનામિકા અને આરવ તો જાણે એકબીજા માટે જ બન્યા હોય ઘણી વખત આ ફેમિલી પ્રોબ્લેમ્સની વાતોથી અનામિકાને ક્યારેક ડર લાગતો ત્યારે આરવ તેને કહેતો કે તું ડર નહીં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે તું મારા પર બસ વિશ્વાસ રાખ આપણે સાથે જ જીવશું અને સાથે જ મરીશું હું તારા વગર એક ક્ષણ પણ નહીં રહી શકુ....

Gujarati Story by Bindu : 111721498
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now