શબ્દ સ્પંદિત સૃષ્ટિ પહેલા હોય છે.
દિવ્યતાથી આવરીને રહેલા હોય છે.
દિવ્યતામાં જો પ્રકાશિત રૂપે અખંડિત,
બીજ રૂપે શૂન્યમાં જો વસેલા હોય છે
નાદ બિંદુને કલાઓ જાણો તમે પણ,
ઓમ રૂપે વૈખરી , જો કહેલા હોય છે.
રાખજો સ્ફુર્તિમાં સ્ફૂરણને અહિં તમે,
દિલ મહીં જો નાદ રૂપે સહેલા હોય છે.
માણવો આનંદ મનથી અંતર મુખી ત્યાં,
પ્રેમ ચેતન ગૂઢતામાં, ઠરેલા હોય છે.
-મોહનભાઈ આનંદ